ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)

#GA4
#WEEK15
#Jaggery
#Mycookpadrecipe38
આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ મા ઘી ગરમ કરવા મૂકો
- 2
બીજી બાજુ નાની તપેલી માં પાણી લઈ ગોળ ઓગાળવા મૂકી દેવાનો. ગોળ નું પાણી કરી લેવાનું
- 3
ઘી ગરમ થઇ જાય એટલે ઘઉં નો લોટ શેકી લેવાનો
- 4
થોડો બદામી લાલ જેવો શેકાય એટલે કઢાઈ નીચે ઉતારી ગોળ નું પાણી નાખતું જવાનું
- 5
પાણી નાખતી વખતે કઢાઈ મા શેકેલા લોટ ને સતત હલાવતા જ રહેવાનું, નહિ તો ગાંઠા પડી જાય
- 6
પાણી નાખી ને ફરી ગેસ પર મૂકી સતત હલાવતા રહેવું. એ વખતે જ ઇલાયચી નો ભૂકો અને કાજુ બદામ ની કતરણ એમાં નાખી દેવી
- 7
પાણી બધું ધીમે ધીમે બળી જઈ ઘી છુટ્ટું પડે એટલે શીરો થઈ ગયો સમજી લેવાનું. શીરો કઢાઈ મૂકી દે અને ઘી થી શીરા માં શાઈન આવે એટલે ગેસ બંધ કરી એને એક બાઉલ માં નીચે કાજુ બદામ ની કતરણ મૂકી શીરો બાઉલ માં ઠલવી લેવો. અને ગરમ ગરમ સર્વ કરવો. બાળકો, બીમાર વ્યક્તિ, વડીલો અને શરદી માં ખૂબ ફાયદાકારક છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)