તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Dipti Panchmatiya @cook_27386624
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ લઈને તેમાં તલ શેકી લેવા. પછી તેને બીજા વાસણમાં કાઢી લેવા.
- 2
હવે ફરી પાછી એ જ વાસણમાં ઘી મૂકો અને પછી ગોળ નાખો. તેને સતત હલાવતા રહેવું ધીમે ધીમે ગોળ ઓગળવા લાગશે. ગોળ નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો.
- 3
ગોળની ચાસણી ચેક કરવા માટે એક ડીશમાં થોડું પાણી લઈ તેમાં બે-ત્રણ ટીપા ગોળની ચાસણી નાંખવા. પછી તે હાથમાં લઈને જવું જો તે એકદમ કડક થઇ જાય તો પછી તેમાં તલ ઉમેરી દેવા.
- 4
તલ અને ગોળ ને એકદમ સરસ મિક્સ કરી લેવા મિક્સ થઈ જાય એટલે આપણે જ્યાં ચીકી બનાવી હોય તે જગ્યા પર તેલ લગાવી દેવું. સાથે વલણ પર પણ લગાવો.
- 5
હવે ચીકીને થોડી લઈને વેલણથી એકદમ પતલુ થાય ત્યાં સુધી વણી લેવું. થોડા મિશ્રણમાંથી તેની નાની નાની લાડુડી પણ બનાવી શકાય.
- 6
તૈયાર છે આપણી તાલ ગોળની ચીકી અને તેના લાડુ. સંક્રાત ના દિવસોમાં લાડુ ખાવાની મજા આવી જાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14381186




















ટિપ્પણીઓ (9)