સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)

Vrunda Shashi Mavadiya @dr_vrunda
સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં બટર લઈ મકાઈ માં દાણા સાંતળો ત્યાર પછી સમારેલી પાલક ઉમેરી ચડવા દો.
- 2
વ્હાઇટ સોસ બનાવવા માટે એક ચમચી બટર લઈ મેંદો લઈ ધીરે ગેસ પર શેકવું. કલર ચેન્જ થવા દેવા નો નથી. ત્યાર પછી ધીરે ધીરે ગરમ દૂધ ઉમેરતા જાવ અને હલાવતા રહેવું.
- 3
દૂધ ઊળવા લાગે એટલે ચીઝ સ્લાઈસ ના ટુકડા કરી ઉમેરવા અને હલાવતા રહેવું. ત્યારબાદ ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ અને મરી પાઉડર ઉમેરી.
- 4
ત્યારબાદ તેમાં કોર્ન સ્પીનાચ વાળુ મિક્સ, પનીર અને મોઝેરેલા ચીઝ ઉમેરો.
- 5
પછી એક કોબીજ નું પાન રાખી તેના પર ગરમ કોલસો રાખી ઉપર ઘી નાખી ૫-૭ મિનીટ માટે ઢાંકી દેવું.
- 6
બ્રેડ ની સ્લાઈસ પર સ્ટફિંગ ભરી સેન્ડવીચ ટોસ્ટર માં બેક કરો. ગરમ ગરમ કેચઅપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391552


















ટિપ્પણીઓ (13)