ચીક્કી (Chikki recipe in Gujarati)

#GA4
#Week18
Chikki(ચીક્કી).
ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી.
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4
#Week18
Chikki(ચીક્કી).
ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે ટાઈપ ના તલ ને શેકી લેવા
- 2
મમરા ને પણ હલકા શેકી લેવા
- 3
એક નોનસ્ટિક કઢાઈ લો ગરમ થવા દો
- 4
એમ એક ચમચી ઘી ઉમેરો
- 5
ગોળ લઇ ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ થવા દો
- 6
ગોળ ફાસ્ટ ગેસ પર ઓગળતા જઇ ગોળ નો કલર ચેન્જ થાય ત્યાં સુધી ગરમ કરો
- 7
બીજી રીતે એ છે કે ગોળ નો પાયો થાય ત્યારે એને એક નાની કટૉરી માં પાણી લઇ ને પાયો થયેલ લિકવિડ ચેક કરી શકાય છે
- 8
જો પાયો કાચો હશે તો ગોળ નું મિશ્રણ ચીકાશ પડતું હશે જો એવું હોય તો થોડું થવા દો
- 9
જો પાયો થઈ ગયો હશે તો એ ક્રિષ્પી થશે કટોરી માં મુકો તો અવાજ આવે એવુ થાય તો પાયો થઈ ગયો છે એમ સમજો
- 10
હવે એમા તલ ઉમેરતા પહેલા એક ચપટી ખાવા નો સોડા ઉમેરી તરત જ તલ નાખી મિક્સ કરવું
- 11
હવે ની પ્રોસેસ ખૂબ ઝડપ થી કરવી તલ મિક્સ કરી ને તરત જ પ્લેટફોર્મ પર તેલ લગાવી ખૂબ ઝડપ થી પાતળી ચીક્કી વણી લેવી
- 12
હવે એક બાઉલ લઇ ઊંધો કરી એના પર તેલ લગાવી વણેલી ચીક્કી નો રોટલો.પાથરી ચારે બાજુ થી દબાવી લો
- 13
હવે 5 મિનિટ રાખી બાઉલ ને ઉખાડી લો ચીક્કી બાઉલ રેડી છે.
- 14
હવે આવી જ રીતે પ્રમાણે બીજી ચીકી બનાવી એના લાડુ વાળી લો
- 15
હવે મમરા ના પણ આવી જ રીતે લાડુ બનાવો
- 16
હવે ચીક્કી બાઉલ રેડી છે
- 17
હવે બધી ટાઈપ ના લાડુ એમા ભરી ગુડી બાઉલ રેડી કરો
- 18
હવે એને સારી રીતે સજાવી સર્વ કરો અને ચીક્કી ગુડી બાઉલ ની મજ્જા માણો
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (10)