તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને સ્લો મીડીયમ ગેસ પર ૧૦ થી ૧૨ મિનીટ શેકી લો.હવે શેકેલા તલ અને પોણો વાટકો ગોળ કાપીને તૈયાર કરી લો.
- 2
હવે કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ ગયા બાદ કાપેલો ગોળ એડ કરો. હવે ગોળ ઓગળી જાય પછી તે ફૂલવા માંડે અને ગોળનો પાયો બની જશે. અને ગોળનો કલર પણ ચેન્જ થઇ જશે.
- 3
ત્યારબાદ તેમાં શેકેલા તલ એડ કરી લો. અને તને સારી રીતે મિક્સ કરી લો. હવે તૈયાર કરેલું મિશ્રણ તમે થાળીમાં કે પ્લેટફોર્મ પર સ્પ્રેડ કરી શકો છો. તેના માટે થાળીમાં કે પ્લેટફોર્મ પર ઘી લગાવી લો. અને તેના પર આ મિશ્રણ રેડો.
- 4
હવે વેલણની મદદથી જેટલું બને તેટલું વણી લો. અને જો તમારે એકસરખા પીસ કરવા હોય તો ગરમ ગરમ માં તેને સેપ આપી દો. અને ઠંડી થઇ ગયા બાદ નાના પીસ કરી લો. એર ટાઈટ ડબ્બામાં ભરી દો. જો તમે થાળીમાં સ્પ્રેડ કર્યું હોય તો તબેથા ની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14417255















ટિપ્પણીઓ