ફ્રેન્ચ બીન કોર્ન મટર અપમ (French Beans Corn Matar Appam Recipe In Gujarati)

#GA4
#Week18
#FrenchBean(ફણસી)
#Mycookpadrecipe41
ફ્રેન્ચ બીન કોર્ન મટર અપમ (અપ્પે)
આ વાનગી ની પ્રેરણા મૃગા ભાભી પાસે થી મળી. એમની આ પ્રિય વાનગી માની એક અને એ બનાવે પણ સરસ. પહેલી વાર એમની બનાવેલી ખાધી અને જોઈ પણ એમની પાસે. આજે ખાસ એમની બનાવટ અને એમને માટે ખાસ બનાવી. પ્રેરણા સ્ત્રોત એ જ કહી શકાય. આમ પણ હેલ્થ માટે ખૂબ સારું કહી શકાય. હળવું અને ઓછા તેલ વાળું સ્વાસ્થ્ય માટે સારું જ કહેવાય.

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ફણસી, વટાણા, મકાઈ, ગાજર સમારી ને કુકર મા બાફી લેવા
- 2
એક બાઉલ મા ઇડલી નું ખીરું લઈ એમાં મીઠું સોડા ભેળવી લેવું
- 3
હવે ડુંગળી ને સમારી લેવી
- 4
બાફેલા શાક ને ઠરે એટલે ખીરા માં નાખી એમાં હિંગ, ધાણાજીરૂ, મરી પાઉડર, મરચું પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બસ્ અને મીઠું ઉમેરી એકસરખું મિક્સ કરી લેવું
- 5
હવે અપમ પાન ને ગરમ કરી દરેક ખાના ને તેલ થી ગ્રીસ કરી ચમચી એક ખીરું ઉમેરી દેવું. એક દોઢ ચમચી જેટલું એક ખાના માં આવશે
- 6
બધાં ખાના માં મિશ્રણ નાખી મીડિયમ્ ફલેમ પર રાખી ગેસ પર થવા દેવું.
- 7
એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને ઉથલાવી નાખવું. ઉથલાવવા માટે ચમચી કે કાંટા નો ઉપયોગ કરી શકાય
- 8
બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગરમ ગરમ અપમ કે અપ્પે ને સોસ કે નાળિયેર ની ચટણી સાથે સર્વ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)

ટિપ્પણીઓ (4)