મેથીનાં લસણિયા થેપલા (Methi Garlic Thepla Recipe in Gujarati)

Harsha Valia Karvat @harshakarvat
મેથીનાં લસણિયા થેપલા (Methi Garlic Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલાં મરચાં, આદુ અને લીલા લસણને અધકચરું વાટી લો
- 2
હવે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં મેથીની ભાજી, વાટેલા આદુ મરચાં લસણની પેસ્ટ, લાલ મરચું, હળદર, મીઠું, હીંગ, ધાણાજીરું, મોણ માટે તેલ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. પછી તેમાં જરૂર મુજબ છાશ ઉમેરી લોટ બાંધી સરખી રીતે કુણવી લો
- 3
હવે આ લોટના લુવા કરી રોટલી જેવા પાતળા થેપલા વણી, તેને ગરમ લોઢી પર શેકી લો. શેકતી વખતે થેપલાની બંને બાજુ પર જરાક તેલ ચોપડવું
- 4
લો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ મેથીનાં લસણિયા થેપલા. આ થેપલા ચા, છુંદા, દહીં, બટેટાની સુકી ભાજી, રાયતા ગાજર મરચાં, લસણની ચટણી કે કેરીના સંભારીયા અથાણાં સાથે ખાવાથી તેનો સ્વાદ ઓર વધી જાય છે. મેં રાયતા ગાજર મરચાં સાથે સર્વ કર્યા છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14447519












ટિપ્પણીઓ (2)