માટલા ઊંધિયું (ઊંબાડિયું) (Ubadiyu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોથમીરને ડુંગળીને ઝીણી સમારી લેવી ટામેટા ની કટકી કરી લેવી રીંગણા માં કાપાપાડી લેવા બટેટાની છાલ ઉતારી અને વચ્ચે કાપા પાડી લેવા લસણને પાણીમાં પલાળી અને સરખું ધોઈ લેવું
- 2
હવેગાંઠિયા ને હાથ વડે ભૂક્કો કરી લેવો અથવા મિક્સરમાં ક્રશ કરી લેવા હવે તેની અંદર આપણે ચાર ચમચી મરચાની ભૂકી હળદર ધાણાજીરું કોથમીર ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું નાખવું પછી તેનો મસાલો તૈયાર કરવો હવે કાપા પાડેલા રીંગણા અને બટેટા ની અંદર બધો મસાલો ભરી દેવો
- 3
હવે એક માટલું લેવું જો માટલું ના હોય તો મોટું તપેલું લેવું તેની અંદર નીચે મૂળાના પાન કોથમીરના પાન અને ડુંગળી ના પાન પાથરી દેવા હવે મસાલો તૈયાર કર્યો છે તે રીંગણા અને બટેટા ની વચ્ચે ભરી દેવુંપછી આ માટલાને ગેસ ઉપર રાખવું અને તેના ઉપર પાન પાથરવા કોથમીર પાથરવી મૂળાના પાન અને ડુંગળી ના પાન પાથરવા પછી તેના ઉપર ભરેલારીંગણા બટેટા અને લસણ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવી પછી તેની ઉપર ઢાંકી અને 30 મિનિટ પાકવા દેવું
- 4
હવે ડુંગળી ટામેટા ની ગ્રેવી કરી લેવી હવે એક કડાઈ ની અંદર 150 ગ્રામ તેલ મુકો પછી તેમાં એક ચમચી હિંગ નાખો પછી ગ્રેવી નો વઘાર કરો ડુંગળી ટામેટા ની પછી તેમાં મરચાની ભૂકી અને હળદર નાખો પછી ગ્રેવીને થોડી વાર ચઢવા દો તેમ છું ટૂપડે એટલે
- 5
આ રીંગણા બટાકા અને ડુંગળી બફાઈ ગયા હશે તેને આ ગ્રેવી ની અંદર નાખી દો ધીમે ધીમે ચીપિયા વડે પકડી અને ગ્રેવી ની અંદર નાખી દો પછી તેને ચમચા વડે હલાવો અને થોડીવાર ઉકળવા દો ઊકડે એટલે નીચે ઉતારી અને ઉપર કોથમીર અને ગરમ મસાલોભભરાવી ગરમા ગરમ સર્વ કરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ માટલા ઊંધિયું શિયાળામાં ખૂબ જ હેલ્ધી આને તમે રોટલા તથા રોટલી સાથે કહી શકો છો ખુબજ ટેસ્ટીલાગે છે
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (6)