કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)

#walnuts
#cookpadindia
#cookpadgujrati
કઈ ગળ્યું અને હેલધી ખાવાનું મન થાય તો ખુબ જ ઓછા ઈંગ્રેડીન્ટ્સ થી બનતું એકદમ ક્રંચી અને ખુબ જ ટેસ્ટી ડેઝર્ટ છે. અખરોટ અને કોફી નો ટેસ્ટ બહુ જ ટેસ્ટી લાગે છે એમાં પણ ચોકલેટ હોય, તો તો સોને પે સુહાગા . હે ને... ? ગેસ્ટ આવ્યા હોય તો એકદમ ફટાફટ થઈ જાય ,અને દેખાવ પણ એકદમ presentable લાગે છે.મન થઈ ગયું ને .. તો ચાલો.......

રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ નો ચોપર માં pulse mode પર અધકચરો ભૂકો કરી લો.પછી તેમાં જ ડાર્ક ચોકલેટ ના ટુકડા એડ કરી ને તેને પણ પલ્સ પર ચોપ કરી લો.
- 2
એક બાઉલ માં કાઢી લો.
- 3
એક નાના બાઉલ માં તાજી મલાઈ લો તેમાં કોફીઅને ખાંડ એડ કરી ને બરાબર જાડું થઈ જાય ત્યાં સુધી બીટર ની મદદ થી હલાવી લો.
- 4
બ્રેડ ની સ્લાઈસ ની સાઇડસ કાઢી લો.
- 5
અખરોટ અને ચોકલેટ ના ભૂકા માં ફ્રેશ ક્રીમ અને કોફી નું મિશ્રણ એડ કરો જેથી બાઈન્ડિંગ આવી જશે.બંને ને બરાબર હલકે હાથે મિક્સ કરી લો.પછી તેના લંબ ગોળ, બ્રેડ થી થોડા નાના રોલ વાળી લો
- 6
બ્રેડ ની સ્લાઈસ ને વણી ને પાતળી કરી લો.તેના પર ચોકલેટ રોલ મૂકી ને સાઇડ્સ પર પાણી લગાવી ને રોલ વાળી લો.સાઇડ પાણી થી દબાવી સિલ કરી દો.બધા રોલ્સ આવી રીતે વાળી લો.
- 7
બધી સાઇડ્સ થી બટર લગાવી દો અને ફ્રાય પેન માં શેકી લો.અથવા ડીપ ફ્રાય પણ કરી શકો છો.
- 8
તો તૈયાર છે ક્રિસ્પી કોફી વોલનટ ચોકો રોલ્સ.
- 9
.તેના પર વ્હાઈટ ચોકલેટ સ્લેબ ને મેલ્ટ કરી તેનો કોન બનાવી દ્રિઝલ કરો અને સ્પ્રિંકલ થી ડેકોરેટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
- મોકા વોલનટ સ્ટ્રોબેરી ટાર્ટ(Mocha walnut strawberry tart Recipe in Gujarati)
- વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)

ટિપ્પણીઓ (23)