રાજમા કરી (Rajma Curry Recipe In Gujarati)

Harsha Valia Karvat @harshakarvat
રાજમા કરી (Rajma Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા ને 5-6 કલાક પાણીમાં પલાળી રાખીને પછી તેને સરખી રીતે ધોઈ લઈ કુકરમાં મીઠું અને પાણી સાથે ઉમેરી 5-6 સીટી મારી બાફી લો
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તજ, લવિંગ, એલચા, હિંગનો વઘાર કરી તેમાં કાંદાની પેસ્ટ ઉમેરી સરખી રીતે સાંતળી લઈ તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું અને મીઠું નાખી 1 મિનિટ સુધી હલાવી લો
- 3
હવે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો. ગ્રેવીમાંથી તેલ છુટું પડે એટલે બાફેલા રાજમા ઉમેરી મિક્સ કરી 5-6 મિનિટ ચડવા દો
- 4
લો તૈયાર છે ગરમા ગરમ પંજાબી રાજમા. આ રાજમા ને રોટલી, ભાત સાથે ખાવાની મજા પડે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14521575












ટિપ્પણીઓ