વેજ. મખ્ખનવાલા પાપડ પોકેટ (Veg Makhanwala Papad pocket Recipe in Gujarati)

#GA4
#WEEK23
#papad
#Mycookpadrecipe47
આ વાનગી મેં અમારા જામનગર ના માસ્ટર શેફ ફેકલ્ટી અને ડૉ. વિરલભાઈ છાયા ના પત્ની શ્રીમતી તન્વી બેન વી. છાયા જે પોતે "ધ શેફ કૂકિંગ એકેડમી " ચલાવે છે એમની પાસે શીખી ને એમની જ રેસિપી ને બનાવી છે. પ્રથમ પ્રયત્ને જ સરસ બની છે અને સંપૂર્ણ પણે માઇક્રોવેવ નો ઉપયોગ કરી બનાવી છે. મૂળભૂત રીતે આ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક માઈક્રો વેવ બાઉલ માં બધા શાક લઈ પાણી છાંટી ૩ મિનિટ માટે બાફવા મૂકી દેવા
- 2
એક બાઉલ માં બટર લઈ ૧ મિનિટ માટે મૂકી મેલ્ટ કરી લેવું
- 3
જીફરી એ બાઉલ બહાર કાઢી એમાં બધા મસાલા નાખી ડુંગળી લસણ ટામેટા ની પ્યુરી એમાં સાંતળવા મૂકી દેવી ૧ મિનિટ માટે
- 4
એક મિનિટ પછી એક કપ માં દૂધ, મેંદો, મલાઈ, કેચઅપ, મીઠું મિક્સ કરી બાઉલ મા મિક્સ કરી લેવું અને ફરી ૧ મિનિટ માટે ગરમ કરી લેવું
- 5
એક મિનિટ કુક થઈ જાય એટલે બધા શાક નાખી ૩ મિનિટ
- 6
૩ મિનિટ સુધી કુક કરી પછી પાપડ માં ભરી એને શેકી લેવા
- 7
પછી પોકેટ ની રીતે અથવા કોન માં ભરી ને સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)