મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
મેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં પાણી ઉકળવા મુકો.
પાણી ઉકળે એટલે તેમાં મેગી મસાલો અને મેગી નુડલ્સ નાખો.અને કોથમીર પણ નાખી દો. - 2
મેગી નુડલ્સ બફાય એટલે તેને ઠંડા થવા દો.
➡️*મેગીમાં મનગમતા વેજિટેબલ્સ પણ ઉમેરી શકાય છે.
➡️*મેગી માં વધારે રસો(પાણી)ન રહે એ ધ્યાન રાખવું. - 3
બીજી બાજુ બ્રેડને વાટકી કે કટરની મદદથી રાઉન્ડ શેપ માં કાપી લો.અને કિનારી કાઢી નાંખો.
- 4
પછી તેમાથી 1/2બ્રેડને લઈને તેમાં નાના રાઉન્ડ કટર કે નાના ઢાંકણથી કટ કરી લો.
અને એમાંથી વચ્ચેનો ભાગ કાઢીને રિંગ અલગ કરી દો. - 5
ત્યારબાદ રાઉન્ડ શેપ વાળી બ્રેડ લઈને તેની કિનારી એ થોડું પાણી લગાડી દો અને ઉપર બ્રેડ ની રિંગ મૂકી દો.
- 6
તે પછી તેમાં વચ્ચેના ભાગમાં મોઝરેલા ચીઝ નાખો.
- 7
અને પછી તેમાં તૈયાર કરેલી એક કે બે ચમચી જેટલી મેગી ઉમેરો.અને ઉપર થી થોડું મોઝરેલા ચીઝ,લાલ મરચાં,ઓલિવ અને ચીલી ફ્લેક્સ ઉમેરો.બધી બ્રેડ આ રીતે તૈયાર કરી લો.
- 8
પછી એક પેન માં બટર લઈ ને બધી બ્રેડ શેકી લો.નીચે થી બ્રાઉન થાય એટલે ઉતારી ખમળેલું ચીઝ નાખી દો.
- 9
અને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (25)