બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખીને લોટ બાંધી લેવો પછી તેને પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવો. 15 20 મિનિટ પછી લોટને મસળીને તેના નાના નાના લુઆ બનાવી લેવા.
- 2
પછી તેમાં થી એક લઈને નાની રોટલી બનાવી તેના પર ઘી સ્પ્રેડ કરી ઉપરથી કોરો લોટ નાખીને બીજી નાનકડી રોટલી મૂકી દેવી.
- 3
હવે તેને વેલણથી થોડી મોટી વણી લેવી. બાજુ પર ગેસ માં તાવડી અથવા લોટી ગરમ કરવા મૂકી દેવી
- 4
રોટલી ને બંને સાઇડ વારાફરતી ચોડવી લેવી.
- 5
રોટી બની જાય એટલે જરા વરાડ નીકળ્યા પછી બંને રોટલી ને અલગ કરી દેવી. પછી તેના પર ઘી લગાવીને ગરમ ગરમ સર્વ કરી શકાય. આ રોટલી માતાજીના પ્રસાદમાં ખીર સાથે ધરવામાં આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698442
















ટિપ્પણીઓ (6)