બંબૈયા ચોપાટી સ્પેશિયલ ભેળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી, તેની છાલ કાઢી તેના બટકાં કરી લો. કાંદા અને ટામેટા ને બારીક સમારી લો. બધી ચટણી તૈયાર કરી લેવી
- 2
હવે એક તપેલીમાં સમારેલા ટામેટા, કાંદા અને બટાકા, કોથમીર લઈ તેમાં સ્વાદ મુજબ ત્રણે ચટણી અને મસાલા શીંગ અને મસાલા ચણાદાળ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં મમરા અને સેવ અને જરૂર મુજબ ચાટ મસાલો ઉમેરી હલકા હાથે સરખી રીતે મિક્સ કરી લો.
- 3
તૈયાર કરેલ ભેળને સર્વિંગ પ્લેટમાં કાઢી તેના પર બારીક સેવ, મસાલા ચણાદાળ, શીંગ અને કોથમીર ભભરાવી સર્વ કરો. લો તૈયાર છે મુંબઈની ચોપાટી સ્પેશિયલ ઝટપટ ટેસ્ટી ભેળ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14731745









ટિપ્પણીઓ (5)