ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha PAratha Recipe In Gujarati)

Dipti Panchmatiya @cook_27386624
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha PAratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ એક વાસણમાં લઈને જેમાં પ્રમાણે મીઠું અને તેલ નાખીને પાણીથી લોટ બાંધી લેવો.
- 2
બાંધેલા લોટને ઢાંકીને પંદરથી 20 મિનિટ સુધી રાખી દેવો.
- 3
હવે એક ખાંડણીમાં લસણ લઈને તેમાં મીઠું નાખીને ખાંડી લેવો પછી તેમાં બે ચમચી તેલ નાખીને મિક્સ કરી લેવું.
- 4
હવે બાંધેલા લોટમાંથી એક લુઓ લઈને તેમાંથી એક પરોઠુ વણી લેવું. પછી તેના પર લસણની પેસ્ટ લગાવી દેવી.
- 5
તેના પર ઘઉંનો લોટ છાંટી દેવો. પછી તેને પટ્ટીની જેમ આગળ પાછળ વાળી લેવી. પછી તેને ગોળ ગોળ વાળીને લ્યો તૈયાર કરી લેવો.
- 6
પછી તેના પર લોટ છાટીને પરોઠુ વણી લેવો.
- 7
પછી તેને તવી પર બંને સાઇડ તેલ લગાવીને પકાવી લેવું.
- 8
તૈયાર છે આપણો ગરમ ગરમ ગાર્લિક પરોઠુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765484






















ટિપ્પણીઓ (5)