ટોમેટો કઢી (Tomato Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ધોઈને સુધારી લો હવે એક લોયામાં સુધારેલા ટામેટાં મૂકી તેમાં 1/4 ચમચી મીઠું અને પાંચથી છ ચમચી સાકર નાખી એક લોટો પાણી ઉમેરી કુકરમાં બાફવા મૂકવા તેની સાથે એક નંગ બટાકુ પણ બાફવા મૂકો
- 2
હવે કુકરમા ત્રણ સીટી વગાડી બાફી લેવી
- 3
હવે કુકર ઠરે એટલે બટેટાની છાલ ઉતારી તેને બાફેલા ટામેટા મા ઉમેરી બોસ ફેરવીલેવું અને તેને ચારણી થી ગાળી લેવું
- 4
હવે તેમાં એક ચમચી આરા લોટ ની પેસ્ટ ઉમેરવી
- 5
હવે ગેસ ઓન કરી કઢી ઉકાળવા મૂકવી તેમાં પા ચમચી વાટેલું લસણ અને 1/4 ચમચી આદુની પેસ્ટ ઉમેરી અને જરા વાટેલું મરચું ઉમેરવું
- 6
કઢી ને સતત હલાવતા રહેવું જેથી આરા લોટની પેસ્ટ કે નીચે ચોંટી ના જાય પાંચ-છ ઉભરા આવે એટલે કઢી તૈયાર થઈ જશે
- 7
એક વઘારીયા માં એક ચમચી ઘી ચપટી જીરું 2 લવિંગ અને એક તજનો ટુકડો મૂકી વઘાર કરવો વઘાર આવે એટલે ચાર-પાંચ પાન લીમડાના ઉમેરી ગેસ બંધ કરી દેવો અને આ વઘારને કહી મારી રેડી દેવું હવે ઉપર કોથમીર ભભરાવી ગાર્નિશ કરી સર્વ કરવી આ કઢી ને પુલાવ સાથે અથવા પરોઠા સાથે સર્વ કરવું
- 8
જનરલી આપણે કઢીમાં ચણાના લોટનો ઉપયોગ કરતા હોય છે પણ આ કઢીમાં મે બાફેલા બટાકા અને આરા લોટ ની સલરી નો ઉપયોગ કર્યો છે જેનાથી કઢી નો સ્વાદ અને સોડમ બન્ને વધે છે
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ