અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

#AM1
#Mycookpadrecipe53
અડદ ની છડી દાળ
આ વાનગી ની પ્રેરણા પરંપરાગત રીતે ઘર માં જે રીતે બનતી આવી છે એમ ઘર ના વડીલ વર્ગ એટલે દાદી, મમ્મી પાસે થી શીખેલી. અમારે ત્યાં રસોઈ ના અમુક રિવાજો એવા છે કે એ આવડે તો છોકરી કુશળ એમ કહેવાય. ખાસ લગ્ન વખતે છોકરા છોકરી ની વ્યક્તિગત મુલાકાત માં છોકરા નો ખાસ આ એક સવાલ હોય હોય ને હોય જ. એનું કારણ કે જ્ઞાતિ માં થોડા ઘણા ફેરફાર ઘેર ઘેર હોય પરંતુ વસ્તુ બનતી પહેલે થી જોઈ હોય એટલે કોઈ પણ છોકરા ના મન માં એની મમ્મી જેમ બનાવે એમ કોઈ છોકરી ને રસોઈ આવડે છે કે નહિ એ જાણવા નો હેતુ હોય. અડદ ની દાળ માટે કહેવાય કે ખાટી હોવી જોઈએ, દાળ આખી રહેવી જોઈએ, શેકેલું જીરું અને લીલા મરચાનો વઘાર જોરદાર હોવો જોઈએ. તો ચાલો માણીએ અડદ ની છડી દાળ.

રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલી દાળ ને કુકર મા બાફી લેવી
- 2
દાળ બાફ્યા બાદ, તવી પર મરચું અને જીરું શેકી લેવા
- 3
એક કઢાઈ મા એકદમ ખાટી છાશ વલોવી ને રાખવી. એમાં દાળ મિક્સ કરી દેવી. મીઠું, સહેજ હળદર, મરચા નો ભૂકો, ધાણાજીરૂ ત્યારે ઉમેરી રાખવું
- 4
એક કઢાઈ મા તેલ લઈ રાઈ નાખી દેવી, રાઈ તતડે એટલે હિંગ, હળદર નાખી છાશ વઘારવી.
- 5
છાશ ગરમ થાય એટલે ફરી જીરું અને મરચા નો વઘાર કરવો. જીરું મરચા ની ધુંસ ના ઉડે ત્યાં સુધી વઘાર થયો ના કહેવાય એવો આકરો વઘાર કરવો
- 6
હવે દાળ ને ગરમ થઇ એક ઉભરો આવે એટલે બંધ કરી દેવી. વધુ ઉકાળવા થી દાળ ભાંગી જાય છે. દાળ વધુ વાર હલાવવી નહિ.
- 7
અડદ ની દાળ તૈયાર છે. રોટલી, બાજરા ના કે ઘઉં ના રોટલા સાથે સર્વ કરી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ