મુંબઈનો હલવો (Bombay Halwa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ઘી નાખો.ઘી ઓગળે એટલે તેમાં મેંદો નાંખો અને તેને ધીમા તાપે શેકવો.
- 2
બીજી બાજુ એક વાસણમાં પાણી અને ખાંડ મિક્સ કરીને તેની ચાસણી કરવી તેમાં કેસર પણ નાખી દેવો.
- 3
ચાસણી એકતારી થાય એટલે ગેસ બંધ કરી દેવો પછી તેમાં થોડો ફૂડ કલર નાખો અને ચારથી પાંચ ટીપા લીંબૂનો રસ નાખવો.
- 4
હવે આ ચાસણીને શેકેલો મેંદો છે તેમાં નાખવી અને તેને ધીમા તાપે હલાવતા રહેવું.
- 5
આ મિશ્રણને એક વાસણમાં લઈને જરા ઠંડું પડે એટલે ચેક કરી લેવું જો તેની ગોળી વડી જાય તો તેને ઠંડુ કરવા મુકી દેવો. પછી તેને બટર પેપર અથવા પ્લાસ્ટિક પેપર પર લગાવીને અને વેલણ પર લગાવીને વણી લેવો.
- 6
પછી તેના પર બદામ પિસ્તાની કતરણ લગાવી ફરીથી વણી લેવો. ઠંડુ થાય પછી કટર થી એકસરખા પીસ કરી લેવા. તૈયાર છે આપણો મુંબઈનો આઈસ હલવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926169






















ટિપ્પણીઓ (2)