મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)

આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે.
મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)
આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રેડ મખ્ખની ગ્રેવી માટે બધી સામગ્રી તૈયાર કરી લેવી અને એક પેનમાં ૧ થી દોઢ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરી દેવો.
- 2
હવે એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું નાખી ને બધા ખડા મસાલા અને લસણ ઉમેરી 2 મિનિટ સુધી સાંતળી લો.હવે તેમાં ડુંગળી નાખી ને સાંતળો. તે ગુલાબી રંગની થાય એટલે ટામેટા ઉમેરો. કાજુ અને મગજતરી બી ઉમેરો અને થોડી વાર સાંતળો.
- 3
હવે તેમાં બધા મસાલા ઉમેરી ને 2 મિનિટ સુધી કુક થવા દો. હવે તેમા બટર ઉમેરો.પછી તેમાં ઉકાળેલુ પાણી 2 ગ્લાસ ઉમેરો. હવે જો વેજીટેબલ સ્ટોક ના હોય તો ધાણા ની થોડી ડાળી કટ કરીને ઉમેરવી. હવે અડધુ પાણી બાળી નાખવા નું છે.પછી તેને ઠંડુ થવા દો.
- 4
હવે ગ્રેવી ઠંડી પડે એટલે એમાંથી બધા ખડા મસાલા કાઢી નાખવા. ફક્ત સૂકા લાલ મરચા રહેવા દેવા. હવે તેને મિકસર માં પીસી લેવું અને ગાળી લો.
- 5
હવે તૈયાર છે રેડ ગ્રેવી. હવે આ ગ્રેવી ના ઉપયોગ કરીને મિક્સ વેજ શાક બનાવીશું.
- 6
સૈા પ્રથમ બધા વેજીટેબલ ને મિડીયમ સાઇઝ ના કટ કરી પાણી મા મીઠુ અને ચપટી ખાંડ નાખી બાફી લો.ત્યાર બાદ તેને એક કાણા વાળા વાસણ મા નિતારી લો.
- 7
હવે એક કડાઈમાં તેલ અને ઘી બંને ગરમ કરો.ત્યાર બાદ તેમાં સમારેલા કેપ્સીકમ નાખી 2 મિનિટ સાતળો.હવે તેમા બનાવેલી મખ્ખની ગે્વી ને ઉમેરી દો.તેમા કસૂરી મેથી નાંખી થોડી વાર ઉકળવા દો.મીઠું જરૂર લાગે તો નાખવું.
- 8
તેલ ઉપર આવે એટલે તેમાં મલાઈ અને કિચન કિંગ મસાલો ઉમેરી લો.હવે તેને હલાવી લો ત્યાર બાદ તેમાં વેજીટેબલ ઉમેરો થોડી વાર ઉકળવા દો.
- 9
હવે તેને એક બાઉલ માં કાઢી લો.ઉપર ડુંગળી ની રીંગ અને ટમેટાની છાલનુ ફ્લાવર થી ગાર્નિશ કરો. ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (6)