ઇટાલિયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)

Payal Jethava @payaljethava
ઇટાલિયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને મીડીયમ સાઈઝમાં કાપી ને એના પળ ખોલી નાખો. ત્યારબાદ કેપ્સિકમ મરચાના નાના ટુકડા કાપી લો. ટામેટાની અંદર નો ગર કાઢી ને તેના નાના ટુકડા કાપી લો.
- 2
હવે એક પેનમાં 2 ચમચી તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા મરચા અને ડુંગળી નાખો, સાથે સ્વાદ અનુસાર મીઠું, ઓરેગાનો, ચીલી ફેલકસ અને તીખાનો ભુક્કો નાખીને એને સાંતળી લો.
- 3
10 મિનિટ સાંતળી લીધા બાદ તેને ઉતારી લો. હવે પીઝા ના રોટલા માં પીઝા ટોપિંગ ઉમેરો, ત્યારબાદ થોડું ચીઝ ખમણી ને નાખો. ત્યાર બાદ ઉપર સાતળેલા મરચા ડુંગળી નાખો.. ટામેટા નાખો. અને પાછું થોડું ચીઝ ખમણી ને નાખો..
- 4
ત્યારબાદ ઉપર થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેકઝ છાંટો. હવે નોનસ્ટિક પેનને ધીમા આંચ પર ગરમ કરવા મુકો.. ત્યાર બાદ તેમાં 1 ચમચી બટર ઉમેરો અને પીઝાનો રોટલો તેમાં 10 મિનિટ માટે ઢાકીને રાખી દો... ઇટાલિયન પીઝા તૈયાર....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14975145





ટિપ્પણીઓ (2)