કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કારેલા ની છાલ કાઢીને વચ્ચે એક લાંબો કાપો પડી એક ચમચી મીઠું નાંખી ચોળી 1/2કલાક સુધી રહેવા દેવું અને પછી એક વાસણ માં બે ગ્લાસ ગરમ પાણીમાં બાફી લેવા અને પછી પાણી માંથી બહાર કાઢી લો
- 2
ત્યાર પછી ગાઠીયા પીસી લો અને પછી તેમાં કાજુ નાં કટકા શીંગદાણા નો ભુક્કો આદું લસણ ની પેસ્ટ હળદર મીઠું ખાંડ લીંબુ નો રસ લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર બે ચમચી તેલ નાખીને બરાબર મિક્ષ કરવું હવે બાફેલાં કારેલા માં આ મસાલો ભરી લો
- 3
ત્યાર પછી એક કડાઈ માં બે ચમચા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ વાટેલું લસણ નાખી મસાલો ભરેલા કારેલા નાખી પાંચ મિનિટ સુધી ઉપર નિચે કરી હલાવતા રહો અને નીચે ઉતારી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ કારેલા નું શાક આ શાક ખાવાની સરસ મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15138262







ટિપ્પણીઓ