બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પૌવા ને ચારણી માં કાઢી ચાળી ને પાણી વડે સરખા ધોઈ લો.
- 2
હવે લોયા માં તેલ મૂકી. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી લીમડો નાખો.
લીમડો તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી નાખવી. થોડો કલર ફરે એટલે તેમાં આદુ, મરચાં ઉમેરવા. - 3
ત્યારબાદ તેમાં ટમેટું ઉમેરી બધા મસાલા, લીંબુ અને ખાંડ ઉમેરી ચડવા દેવું. ટામેટાં થોડા ચડે એટલે તેમાં બાફેલા બટાકા ઉમેરવા.
- 4
બધું બરાબર મિક્ષ કરી ૪-૫ મિનિટ બટાકા ચડવા દેવા જેથી બધો મસાલો બટાકા માં ચડી જાય.
- 5
ત્યારબાદ જમવા બેસે તે પહેલા પૌવા ઉમેરી બરાબર મિક્સ કરી ૫ મિનિટ હલાવતા રેવું જેથી નીચે ન બેસે.
બધાને ગરમ ગરમ સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15249403








ટિપ્પણીઓ (6)