પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)

#MRC
હોમ ટાઉન નવસારીની પ્રખ્યાત વાનગી #પાવ_બટાકા.
જે ઓછી સામગ્રી વડે ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. જે અહીં સવારના નાસ્તાના સમયે લોકો ખાવાનું પસંદ કરે છે. અત્યારે ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ પાવ બટાકા ખાવાની મજા પડી જાય.

રાંધવાની સૂચનાઓ
- 1
🥔 એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ ઉમેરી દો.
🥔 હવે મીઠાં લીમડાના પાન અને કાપેલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરી.
🥔 ત્યારબાદ હળદર, આદું મરચાં, લસણની પેસ્ટ, ધાણા અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
🥔 સમારેલા બટાકા ઉમેરો. - 2
બટાકા બરાબર મિક્સ કરી 1કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ સુધી થવા દો.
- 3
હવે ઢાંકણ ખોલી ગરમ મસાલો, ખાંડ અને લીલું લસણ ઉમેરીને ફરી એક કપ પાણી ઉમેરી બરાબર મિકસ કરી 5 મિનિટ સુધી થવા દો.
- 4
તૈયાર થયેલા બટાકાને પાવ, ડુંગળી અને મરચા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)