કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિલ્કમેડ માં કોફી પાઉડર નાખી ને મિક્સ કરી લો. હવે તેમાં કાજુ બદામ પિસ્તા ની કતરાણ નાખી મિક્સ કરી લો. આ મિશ્રણને ફ્રીઝમાં ઠંડું કરવા મુકી દો. (ડ્રાઇફ્રૂટ ને કોફી અને મિલ્કમેડ સાથે નાખવાથી તેમાં કોફી ની ફ્લેવર આવી જશે)
- 2
હવે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં સેવ સેકી લો.સેવ લાલ રંગ ની સેકી ઠંડી થવા મૂકો.
- 3
હવે એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકેલવા લાગે એટલે તેમાં કોફી અને મિલ્કમેડ વાળુ મિશ્રણ નાખી સારી રીતે મિક્સ કરી ખાંડ નાખી મિક્સ કરી 5 મિનિટ ઉકાળો અને દૂધ ને સતત હલાવતા રહો.
- 4
હવે ઊકળતા દૂધ માં સેકેલી સેવ નાખી 15 મિનિટ જેવું ઉકાળો (સેવ કૂક થઈ જાય ત્યાં સુધી) એટલે તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લો.
- 5
હવે તૈયાર છે કોફી ફ્લેવર ની સેવઈ. આ સેવ ગરમ ગરમ વધારે સારી લાગે છે જેને પૂરી સાથે સર્વ કરી શકી.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15572912



















ટિપ્પણીઓ (9)