સોજી સેંડવિચ ઢોકળાં (Sooji Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોજી ને એક બાઉલ લઈ તેમાં દહીં,વાટેલા આદુ મરચા,મીઠું નાખી મિક્સ કરી થોડું પાણી નાખી મિક્સ કરી 20 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. ત્યાર બાદ જરૂર પડે તો બીજું પાણી નાખી બેટર તૈયાર કરી લેવાનું.
- 2
હવે ગ્રીન ચટણી ની બધી સામગ્રી લઈ મિક્સરમાં પીસી લો. હવે ઢોકળીયા માં જરૂર મુજબ નું પાણી નાખી ગરમ કરવા મુકી દો. થાળી કે જે વાસણમાં ઢોકળાં મૂકવા હોય તેને તેલ થી ગ્રીસ કરી લેવું.
- 3
હવે તૈયાર કરેલા બેટર માંથી ૧-૧વાટકી જેટલા બે સરખા ભાગ કરો અને ત્રીજો ભાગ 1/2 વાટકી જેટલું અલગ કરી લેવું.
- 4
હવે એક વાટકી વાળા બેટર માં 1/4 ચમચી જેટલા સાજી ના ફૂલ નાખી મિક્સ કરી ગ્રીસ કરેલા વાસણમાં પાથરી 5-7 મિનિટ ફાસ્ ગેસ પર થવા દો.
- 5
હવે 1/2વાટકી વાળા બેટર માં 4- 5 ચમચી તૈયાર કરેલી ગ્રીન ચટણી નાખી મિક્સ કરી બીજું ગ્રીન લેયર પાથરી ફરી 5 મિનિટ કૂક કરવાનું. વચ્ચે જરૂર પડે તો બીજું પાણી નીચે નાખી દેવાનું.
- 6
હવે બીજા ભાગ ના બેટર માં 1/4 ચમચી સાજી ના ફૂલ નાખી મિક્સ કરી ત્રીજું લેયર kari 15 મિનિટ જેવું કૂક કરવું. નીચે પાણી મૂકવું પડે તો નાખી દેવાનું.
- 7
ઢોકળાં ને 10 મિનિટ રહેવા દહીં તેના ચોરસ કટકા કરી લેવાના. હવે વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને તલ નાંખી લીમડાના પાન નાખી ચમચી થી ઢોકળાં પર વઘાર રેડી સર્વ કરો. ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (3)