સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં સોજી લઈ તેમાં દહીં અને નાખી મિક્સ કરી પંદર થી વીસ મિનિટ લોટને પલળવા દેવો.
- 2
ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ, ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું. ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી ખીરું થોડું પાતળું કરવું. ત્યારબાદ તેમાં બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 3
હવે એક ડિશમાં તેલ લગાવી તેમાં ખીરું નાખી ઢોકળાના કુકરમાં દસ મિનિટ વરાળ થી બાફી ઢોકળા બનાવી લેવા.ઢોકળા બની જાય એટલે તેને મનપસંદ આકારમાં કટિંગ કરી લેવા.
- 4
હવે એક કડાઈમાં તેલ લઇ ગેસ પર મધ્યમ તાપે ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ અને મીઠા લીમડાના પાન નાખી વઘાર કરવો. અને તેમાં કટિંગ કરેલા ઢોકળા અને લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરવું.
- 5
તો સર્વ કરવા માટે તૈયાર છે સોજીના ગરમાં-ગરમ ગરમ ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15663017















ટિપ્પણીઓ (10)