દાલ પાલક નુ શાક (Dal Palak Shak Recipe In Gujarati)

તુવેરની દાળમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે અને પાલકમાં પણ ભરપૂર વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે તેથી આ બન્નેનું કોમ્બિનેશન એક હેલ્ધી કોમ્બિનેશન છે જેના શાક ની રેસીપી અહીંયા શેર કરી છે આ શાક વેઇટલૉસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે

રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ને ધોઈ અને કુકરમાં બે સીટી વગાડી બાફી લેવી
- 2
પાલકને ધોઈને સમારી ને લેવો સાત થી ૮ કળી લસણને ખલ મા કુટી લેવું
- 3
કડાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, લસણ, મીઠો લીમડો અને હિંગ ઉમેરી વઘાર કરવો તેમાં પાલક ઉમેરવો
- 4
પાલકને સાત થી આઠ મિનિટ ચઢવા દેવો પછી તેમાં બાફેલી તુવેરની દાળ ઉમેરો અને તેમાં મીઠું,મરચું,હળદર અને ધાણા જીરું ઉમેરો બરાબર મિક્સ કરી લો અને ત્રણ ચાર મિનિટ ચઢવા દો પછી ગેસ બંધ કરી રોટલી સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ