ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરમાં થી ઠળિયા કાઢી લેવા અને ખજૂર ને મિક્સરમાં નાંખી થોડી ક્રશ કરી લેવી. કાજુ બદામ પિસ્તાની કતરણ કરી લેવી. કોપરાને છીણી લેવું.
- 2
હવે એક કડાઈમાં ૨ ૩ ચમચી ઘી નાખી ગેસ ઉપર ધીમા તાપે મુકી કાજુ બદામ પિસ્તાની કતરણ પાંચ મિનિટ શેકી લેવી.
- 3
પછી કાજુ બદામ પિસ્તાની કતરણ ને એક ડિશમાં કાઢી લેવી.
હવે કડાઈમાં બીજુ ઘી નાખી દેવું. ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલી ખજૂર નાખી દેવી. - 4
ઘી અને ખજૂર એકદમ સ્મૂધ પેસ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહેવું. હવે તેમાં શેકેલા કાજુ બદામ પિસ્તાની કતરણ અને કોપરાનું છીણ નાખી દેવું.અને બરાબર મિક્સ કરવું.
- 5
હવે ગેસ પરથી ઉતારી હાથ લગાવે એવું ઠંડુ થાય એટલે તેના રોલ વાળી લેવા.(અથવા થાળી માં પાથરી ખસખસ થી ગાર્નિશ કરી દેવુ)રોલ ની ઉપર ખસખસ થી ગાર્નીશ કરી લેવું.
- 6
પછી રોલને ફોઇલ પેપરમાં વીટી પેક કરી લેવા.પછી બધા રોલને ત્રીસ મિનિટ માટે ફ્રોઝન માં મૂકી દેવા.
- 7
એક કલાક પછી રોલ ને ફ્રીજ ની બહાર કાઢી નાના નાના પીસ માં કટ કરી લેવા.તો ખાવા માટે તૈયાર છે ખજૂર પાક અથવા ખજૂર રોલ.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (8)