પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)

#FFC5
#jigna
#WDC
#week5
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે.
સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પાલકના પાનને ચોખ્ખા પાણી થી ધોઈ તેની ડાંડીનો ભાગ હટાવી દેવાનો છે.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં બધા મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરવાના છે.
- 3
ત્યારબાદ તેમાં કુકિંગ સોડા, લીંબુનો રસ અને તેલ ઉમેરવાના છે.
- 4
હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી મીડીયમ થીક બેટર તૈયાર કરવાનું છે.
- 5
તૈયાર કરેલા પાલકના પાન પર આ બેટરનું લેયર લગાવવાનું છે.
- 6
તેના પર બીજુ પાલક નું પાન મૂકી, આ જ રીતે બેટર એપ્લાય કરવાનું છે. આ જ રીતે છ-સાત પાલકના પાન એકબીજા પર મુકતા જવાના છે અને બેટર લગાવતા જવાનું છે.
- 7
હવે તેનો મીડીયમ ટાઈટ રોલ વાળી લેવાનો છે. રોલ પર અને તેના બંને છેડા પર પણ થોડું બેટર લગાવી છેડાને અંદર તરફ વાળી દેવાના છે.
- 8
આ રોલને સ્ટીમરમાં પંદર થી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકવાના છે. ટુથપીક ભરાવી બરાબર રીતે સ્ટીમ થયા છે કે નહીં તે ચેક કરી લેવાનું છે. ત્યારબાદ આ રોલને સ્ટીમર માંથી બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર લાવવાના છે.
- 9
આ રોલને કટ કરી તેના ગોળ ટુકડા કરી લેવાના છે. જેથી પાલક પાત્રા તૈયાર થઈ જશે.
- 10
આ પાત્રાને વધારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરુ, સફેદ તલ અને લીમડાના પાન ઉમેરી વઘાર તૈયાર કરવાનો છે.
- 11
તેમાં તૈયાર કરેલા પાત્રાના ટુકડાને ઉમેરવાના છે. વઘાર સાથે બરાબર રીતે મિક્સ કરી, મીડીયમ ફ્લેમ પર રાખી થોડા કડક થવા દેવાના છે.
- 12
જેથી વઘારેલા પાલક પાત્રા સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.
- 13
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (63)