લેફટઓવર ખીચડી ની ઈડલી સંભાર (Leftover Khichdi Idli Sambhar Recipe In Gujarati)

લેફટઓવર ખીચડી ની ઈડલી સંભાર (Leftover Khichdi Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીચડી ને એક મોટા બાઉલ માં કાઢી લો પછી તેમાં સુજી અને છાસ ઉમેરો અને બરાબર મિક્સ કરો
- 2
- 3
હવે બધું મિક્સ કરી ઢાંકી ને 15 મિનિટ સાઈડ પર મૂકી દો
- 4
હવે મિક્સ દાળ ને સારી રીતે ધોઈ તેમાં હળદર પાઉડર અને તેલ ઉમેરી કૂકર માં 4 વિશલ લગાવો પછી ઠંડી થાય ત્યારે બ્લેન્ડર થી બલન્ડ કરી લો
- 5
હવે દુધી ને બાફી લો તથા ડુંગળી, ટામેટું,આદુ,લસણ,અને લીલા મરચા ને ઝીણા સમારી લો
- 6
હવે એક તાવડી માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરુ ઉમેરી તતાડવા દો પછી મીઠો લીમડો ઉમેરો પછી ડુંગળી,લસણ,આદુ,ટામેટું,અને લીલા મરચા ઉમેરો અને 1 મિનિટ થવા દો જ્યારે તેલ છુટું પડે પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર,મીઠું અને ધાણાજીરૂ ઉમેરી મિક્સ કરો
- 7
હવે એમાં બાફેલી મિક્સ દાળ ઉમેરો અને મિક્સ કરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો પછી બાફેલી દુધી ઉમેરો ત્યાર બાદ સાંભાર મસાલો ઉમેરી મિક્સ કરવું અને 1 મિનિટ ઉકાળવું પછી તેમાં ઘી ઉમેરી ગેસ બંધ કરી ઢાંકી દેવું
- 8
હવે ખીચડી ને બ્લેન્ડર કે મિક્સર માં પીસી લેવી પછી તેમાં લાલ મરચું પાઉડર,મીઠું,અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરો
- 9
હવે સ્ટીમર માં પાણી ઉમેરી ગેસ ઉપર ગરમ કરવું પછી ઈડલી સ્ટેન્ડ ને તેલ લગાવી તેમાં ખીચડી ઈડલી નું ખીરું ઉમેરો 15 મિનિટ સ્ટીમ કરવું પછી ઠંડી થાય પછી અનમોલ્ડ કરવી
- 10
હવે લેફ્ટઓવર ખીચડી ની ઈડલી સંભાર ને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ