કચ્છી દાબેલીનો મસાલો (Kutchi Dabeli Masala Recipe In Gujarati)

#KRC
#Cookpadgujarati
દાબેલી કે કચ્છી દાબેલી કે ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ માંડવી ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.
મેં અહીં દાબેલીનો ટેસ્ટી મસાલો બનાવવા ની રેસિપી શેર કરી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ખજૂર આમલીનો રસ નાખી તરત જ દાબેલીનો મસાલો નાખી મિક્સ કરી દેવો.
- 2
હવે મેશ કરેલ બટાકાનો માવો મીઠું, હળ,ધાણાજીરું નાખી બરાબર મિક્ષ કરી દેશું. બે મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો.ધ્યાન રાખવું નીચે ચોટીને બળી ના જાય.
- 3
એક થાળ માં નાખી પાથરી દેવું. ઉપર મસાલા શીંગ.ટુટી ફ્રુટી,કોથમીર, દાડમના દાણાથી ગાર્નિશ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)