મેથી પાપડનું શાક

#RB2
મેથી પાપડનું શાક અમારા ઘરમાં બધાને ભાવે, હું મારા એક વડિલ ફઈ પાસેથી શીખી છું, હથરોટી તો એ લોકોની જ👌👌👌. સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે આ શાક સારુ છે ઉનાળામાં કેરીના રસ સાથે તો બહુ જ સરસ લાગે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીના દાણા આખી રાત પલાળી, સવારે પાણી નીતારીને ફરીથી નવું પાણી નાખી કૂકરમા બાફી લેવી.ડુંગળી ટમેટાની ગ્રેવી કરવી.
- 2
કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ રાઈ જીરુંનો વઘાર કરી લીલું મરચું - આદુ અને ગ્રેવી નાખી ખદખદવા દેવું.તેમાં બાફેલી મેથી,ગોળ,બીજા મસાલા અને મીઠું ઉમેરવું અને શાક થવા દેવું.
- 3
જમવાના ૧૦ મિનિટ પહેલા તેમા પાપડના કટકા નાખી, ૨-૩ મિનિટ ઢાંકી ગરમ થવા દેવુ.
- 4
ગરમા ગરમ સર્વ કરવું. બેપડી રોટલી અને કેરીના રસ સાથે જમવાની મજા લેવી😋
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ