રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બટાકાને ધોઈ ને છોલી લો અને તેને મોટા ટુકડા માં સમારી લો. હવે એક કુકર માં બટાકા, ફુલાવર, ટામેટું, અને મીઠું મિક્ષ કરો અને તેમાં ૧ કપ પાણી નાખી ને બધું બાફી લો. કૂકરમાંથી બધી હવા નીકળી જાય એટલે બટાકા ના મિશ્રણ ને છૂંદી લો.
- 2
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આદુ ની પેસ્ટ, લસણ ની પેસ્ટ અને ડુંગળી નાખો અને તેને ૪-૫ મિનિટ સુધી સાંતળો. હવે કેપ્સિકમ ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં લાલ મરચું પાઉડર અને પાવભાજી મસાલો નાખી સાંતળો.
- 3
હવે તેમાં વધેલા ટામેટા અને મીઠું મિક્ષ કરો અને તેને ૪-૫ મિનિટ સુધી સાંતળો. પછી તેમાં છૂંદેલા બટાકા નું મિશ્રણ અને ૧/૨ કપ પાણી પાણી ઉમેરો અને બરાબર મિક્ષ કરો. આ મિશ્રણ ને ૫ મિનિટ સુધી ઉકળવા દો પછી ગેસ બંધ કરી દો. હવે તેમાં ૨ ચમચી બટર અને કોથમીર નાખો.
- 4
હવે પાઉ ને લઇ તેને વચ્ચે થી કાપો પાડો. હવે એક તવી પર પાઉ ને બટર વડે બંને બાજુ શેકી લો. ગરમા ગરમ પાઉંભાજી પાવ,ડુંગળી અને ટામેટાં ના સલાડ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (4)