કોચીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રાઉન રાઈસ (કડાના ચોખા) અને અડદ ની ફોટરા વાળી દાળ સરખા ભાગે મિક્સ કરી કરકરું દળી લો. આ મિક્સ લોટને એક મોટા વાસણ માં લઈ તેલ થી મુઠ્ઠી પડતું મોણઆપી મોઈ લો. તેમાં માપનું મીઠું અને હીંગ ઉમેરી હુંફાળા ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી દો.
- 2
હવે કોચીયા નું ખીરું પલળી જાય એટલે અધકચરા ક્રશ કરેલ મરચા ઉમેરો. એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો તેના પર એક ચારણી તેલથી ગ્રીસ કરી પ્રિહીટ કરો.પતરાળી ના પાન માંથી ફોટોમાં બતાવ્યા મુજબ કોન બનાવી ટૂથ પિક વડે ફિક્સ કરી લો...(વડના પાન પણ લઈ શકાય..પાન ધોઈ ને કોન નો shape આપીને તેમાં ખીરું ભરી શકાય)ખીરામાં ઈનો ઉમેરી તેના પર એક ચમચી પાણી રેડી એકજ દિશા માં ફેંટી ને એક એક ચમચો ખીરું કોનમાં ભરી ને સ્ટીમરમાં ચારણી પર ઢાંકીને સ્ટીમ કરવા મુકો.
- 3
20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરો...ઢાંકણ ખોલી એક ટૂથ પિક વડે ચેક કરો કોચીયા બોઈલ થઈ જાય એટલે એક ડીશમાં બહાર કાઢી પાન સાથેજ અથવા પીસ કરીને તેલ અને અથાણાં ના મસાલા સાથે સર્વ કરો. મેં શીંગ-મરચાં-લીંબુના ઠેચા સાથે સર્વ કરી છે.
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (5)