ત્રિરંગી પનીર સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
નિર્લેપ ના તવા પર તેલ ગરમ થાય એટલે પનીરની સ્લાઈસને મીઠું અને લાલ મરચુ ભભરાવી બન્ને બાજુથી ગુલાબી શેકી લેવી, ત્યારબાદ ટામેટાં ની સ્લાઈસને પણ પનીરની જેમ બે મિનિટ શેકી બાજુમા રાખવા,
- 2
હવે સર્વિંગ પ્લેટમા પહેલા પનીરની સ્લાઈસ ગોઠવી તેના પર કોથમીરની ચટણી સ્પ્રેડ કરી તેના પર ટામેટાં ની સ્લાઈસ ગોઠવી ચાટ મસાલો ભભરાવ્વો, પછી વઘારીયા મા ઘી ગરમ થાય એટલે જીરાને તતડાવી સલાડની તૈયાર કરેલી સ્લાઈસ પર, વઘાર ને રેડી દેવો, તૈયાર છે હેલ્થી એવી ત્રિરંગી પનીર સલાડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16436571




ટિપ્પણીઓ