ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Ekta Chauhan @Ekta25
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ચારણી વડે ચાળી લો. પછી એમા તેલ નુ મોણ નાખી ને બરોબર મિક્સ કરો.
- 2
એમાં નવશેકું ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી લો. પછી નાના મુઠીયા વાળી લો. તેલ થોડું ગરમ થાય એટલે મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી મુઠીયા તળી લેવા.
- 3
મુઠીયા થોડા ઠંડા થવા દો. ત્યારબાદ મિક્સર જારમાં નાખી પીસી લો. ચારણી થી ચાળી લો પછી જાયફળ, કાજુ બદામ ની કતરણ અને કીસમીસ નાખી મિક્સ કરો.
- 4
ઘી ગરમ કરો. પછી તેમા સુધારેલો ગોળ નાખો. ગોળ ને ઓગળી લો.ઓગળેલા ગોળ નું મિશ્રણ પીસી રાખેલ મુઠીયા માં નાખો. ને ચમચા વડે મિક્સ કરો.
- 5
મનપસંદ સાઈઝ ના લાડુ વાળી લેવા.લાડુ પર ખસખસ લગાડી દેવી.
- 6
ભોગ કે પ્રસાદ માટે ચુરમા ના લાડુ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478112




ટિપ્પણીઓ