રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

#LCM
રજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM
રજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમખા દાળ અને ચોખા કૂકરમાં લઈ લો તેને સરખી રીતે બે પાણીથી ધોઈ નાખો
- 2
ત્યારબાદ તેમાં હળદર મીઠું જીરું અને પાણી માપસર ઉમેરી ઢાંકણ બંધ કરી એક સીટી થવા દો
- 3
એક સિટી વાગ્યા બાદ ગેસ બંધ કરી એની વરાળ કાઢી અને તેમાં સમારેલા બટાકા ઉમેરી દો
- 4
જરૂરિયાત લાગે તો એમાં થોડું પાણી ઉમેરી અને એને ફરીથી બે સીટી થીચડવા માટે મૂકી દો
- 5
ગાજર,લીલી ડુંગળી, સુકી ડુંગળી, લીલા મરચા, ઝીણા સમારી લો,આદુ અને લસણની પેસ્ટ બનાવી લો
- 6
હવે એક કડાઈમાં ત્રણ ચમચી તેલ અને બે ચમચી ઘી મૂકો વઘારમાં રાઈ,જીરુ હિંગ,તમાલપત્ર,લવિંગ, બાદિયા, આખા લાલ મરચાં,કળી પત્તા ઉમેરો
- 7
તેમાં ઝીણા સમારેલા ગાજર ઉમેરો,સુકી ડુંગળી ઉમેરો અને તેને બે મિનિટ ચડવા દો ત્યારબાદ તેમાં આદુ -લસણની પેસ્ટ અને લીલી ડુંગળી,ટામેટા પણ ઉમેરી દેવી પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર,મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો જરૂરિયાત પ્રમાણે ઉમેરો
- 8
પછી તેમાં ત્રણથી ચાર ચમચી દહીં ઉમેરો બરાબર મિક્સ કરી અને પછી તેમાં બનાવેલી ખીચડી ઉમેરી દો, બધુ બરાબર મિક્સ કરો, ઢાંકણ ઢાંકી અને એને બે મિનિટ ચડવા દો
- 9
કોથમીર અને કાજુથી ગાર્નીશ કરીને ખીચડી ને ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (4)