ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

#KER
#cookpad
#cookpadgujarati
#cookpadindia
કેરલા ફેમસ ઈડલી સંભાર....
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER
#cookpad
#cookpadgujarati
#cookpadindia
કેરલા ફેમસ ઈડલી સંભાર....
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ અને ચોખાને બે થી ત્રણ કલાક પાણી થી પલાળી સ્મૂથ બેટર તૈયાર કરી લેવું અને મેથીના દાણા નાખી મિક્સ કરીને આથો આવવા માટે ૭-૮ કલાક માટે રાખી દેવું.
- 2
હવે આથો આવી જાય એટલે એક તપેલીમાં નવ ઈડલી થાય એટલું બેટર કાઢી તેમાં સોડા,તેલ અને મીઠું એડ કરી બરાબર ફેંટીને ઈડલી સ્ટેન્ડમાં બેટર ચમચા થી નાખો. પાંચથી સાત મિનિટ મિડીયમ તાપ પર થવા દેવી.પછી ચેક કરી લેવી ચપ્પુ ક્લીન નીકળે એટલે સમજવું કે ઈડલી તૈયાર થઈ ગઈ છે.
- 3
હવે કુકરમાં દાળ, પાણી, હળદર અને મીઠું નાખી પાંચ થી છ સીટી વગાડી લેવી અને દાળ બાફી લેવી.
- 4
હવે એક પેનમા તેલ નાખી ગરમ થાય એટલે જીરું તતડાવી તમાલપત્ર તજ લવિંગ બાદીયા નાખી હિંગ નાખી ડુંગળી સાંતળવી. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે ટામેટાં નાખવા. ટામેટાં સોફ્ટ થાય એટલે મીઠું મરચું, ધાણાજીરું નાખી બે મિનિટ શેકી લેવું.
- 5
હવે બાફેલી દાળ તેમાં ઉમેરી જરૂર મુજબ પાણી નાખવું. દાળ ઉકળવા લાગે એટલે સાંભાર મસાલો નાખી બરાબર મિક્સ કરી ધીમા તાપે પાંચ મિનિટ ઉકળવા દેવી. લીંબુનો રસ અથવા આમલીનો પલ્પ અને ગોળ નાખી બે મિનિટ પછી ગેસ બંધ કરી કોથમીર છાંટવી.
- 6
સર્વિંગ પ્લેટમાં ઈડલી અને સાંભાર કાઢી ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (12)