મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)

Amita Parmar @cook172
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળાની અને તેના પાનને સારી રીતે ધોઈ સાફ કરી અને ઝીણા ઝીણા કટ કરી લેવા. ત્યારબાદ બધા જ લોટ એક કથરોટમાં લઈ અને તેમાં જરૂરિયાત મુજબનો મસાલો નાખી અને કટ કરેલ મુડાને તેમાં ઉમેરી દેવું.
- 2
હવે તેમાં દહીં ઉમેરી અને લોટ બાંધી લેવો અને આ લોટમાંથી રોલવાળી અને ઢોકળીયામાં નીચે પાણી મૂકી અને ઉપર જાડી મૂકી અને તેમાં બધા જ રોલ મૂકી દેવા ચડવા માટે.
- 3
હવે આ મુઠીયા બફાઈ જાય એટલે તેને બહાર કાઢી અને નાના નાના પીસ કરી લેવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને રાઈ-જીરું હિંગ અને મીઠા લીમડાના પાનથી વઘાર કરી મુઠીયાને વઘારી લેવા. તો તૈયાર છે શિયાળા ના મુળાભાજી અને મિક્સ લોટના ગરમાગરમ મુઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
- લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
- ભાખરી (Bhakhri Recipe In Gujarati)
- પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
- પાણી પૂરી માટે ચણા બટાકા નો માવો (Panipuri Chana Bataka Mawa Recipe In Gujarati)
- પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652163











ટિપ્પણીઓ