લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)

Amita Parmar @cook172
લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરના દાણા કાઢી લેવા અને રીંગણને ઝીણા સમારી લેવા.
- 2
મેથીને પણ સારી રીતે ધોઈ અને સાફ કરી લેવી. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું તતડે એટલે હિંગ અને મીઠા લીમડા ના પાન ઉમેરી આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરવી.
- 3
ત્યારબાદ તેમાં લીલી તુવેરની બે મિનિટ માટે ચડવા દેવી. પછી તેમાં રીંગણ નાખી અને થોડીવાર પકાવવું. રીંગણ અને તુવેર ચડી જાય એટલે તેમાં મેથી ભાજી નાખી અને એક ટમાટું નાખી જરૂરિયાત મુજબ મીઠું અને બધા મસાલા નાખી સારી રીતે મિક્સ કરી લેવું. તો તૈયાર છે લીલી તુવેર ની ગ્રીન સબ્જી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16681405









ટિપ્પણીઓ