પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકના પાનને સારી રીતે ધોઈ લૂછી અને એની પાછળની દાંડી કાઢી અને કોરા કરી લેવા. હવે એક બાઉલમાં બેસન લઈ તેમાં બધો મસાલો ઉમેરી ખાંડ અને લીંબુનો રસ તેમજ સોડા ઉમેરી અને જરૂરીયાત મુજબનું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું.
- 2
હવે પાલકના પાન ઉપર બનાવેલ મિશ્રણ લગાવી તેના ઉપર બીજું પાન મૂકી અને તેના પર પણ આવી જ રીતે મિશ્રણ લગાવવું. આ રીતે છ થી સાત પાન મૂકી પછી રોલ વાળી લેવા.
- 3
હવે એક સ્ટીમરમાં 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ કરવા માટે મૂકવા.સ્ટીમ થઈ જાય એટલે એક પાત્ર અને ઠંડા કરવા ઠંડા થાય પછી તેને કટ કરી દેવા.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી પાત્રા ઉમેરી વઘાર કરી લેવા. ત્યારબાદ એક બાઉલમાં કાઢી લેવા.
- 5
કોથમીર અને નાળિયેરના ખમણ થી ગાર્નીશ કરી ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16681990



















ટિપ્પણીઓ