તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)

#US #ઉતરાયણસ્પેશિયલ
#તલનીચિક્કી
#cookpad #Cookpad_India
#cookpad_Gujarati #Cook_snap_challenge
ઉતરાયણ ની ખુબ ખુબ શુભેચ્છા. તલ ગોળ ની ચિક્કી , આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ. જેના વિના ઉતરાયણ અધૂરી એવી તલ ચિક્કી નો આનંદ માણો.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તલ ને સેકી લો અને ઠંડા થવા એક પ્લેટ માં કાઢી લો. ઘી લગાડેલું એક પ્લાસ્ટિક તૈયાર રાખો.
- 2
હવે કડાઈ માં ગોળ અને પાણી નાખી ચાસણી કરો. પાણી માં બે ત્રણ ટીપાં નાખી ચેક કરો જો પાણી માં ચિટકે નહીં અને કડક થઈ જાય તો સમજવું કે તૈયાર છે. ગેસ બંધ કરો.
- 3
હવે તેમાં સેકેલા તલ નાખો. ગોળ તલ મિક્સ કરી પ્લાસ્ટિક શીટ પર રેડો.
- 4
બીજો પ્લાસ્ટિક એના પર મૂકી વેલણ થી ચિક્કી વાટી લો.
- 5
થોડી વારે ચાકુ વડે કાપા પાડવા. એકદમ ઠંડુ પડે એટલે કાપા છુટ્ટા પાડી એર ટાઈટ ડબા માં ભરી દો. સ્વાદિષ્ટ ચિક્કી નો આનંદ લો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)