પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પનીર ના કટકા કરી ને એની ઉપર લાલ મરચા નો ભુકો,કાળા મરી પાઉડર, મીઠું નાખી ને મિક્સ કરી લો.તેમા કોર્ન ફ્લોર નાખી થોડુક પાણી છાટી ને હાથેથી બરાબર મિક્સ કરી લેવાનુ.
- 2
હવે કડાઈ મા તેલ ગરમ કરી ને કોટ કરેલા પનીર ને નાખી ને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના.બધા પનીર ના કટકા ને આવી રીતે તળી લેવાના.
- 3
પછી કડાઈ મા તેલ ગરમ કરીને તેમા ડુંગળી,લસણ,લીલા મરચા નાખી ને સાતળી લો.તેમા કશ્મીરી લાલ મરચા ભુકા ની સ્લરી, સોચા સોસ,ટોમેટો સોસ નાખી ને હલાવી લો.
- 4
ત્યારબાદ તેમા કટ કરેલા શિમલા મરચા,ડુંગળી મીઠું નાખી ને સાતળી લો.સતળાઈ જાય એટલે તેમા મરી પાઉડર,કોર્ન ફ્લોર ની સ્લરી નાખી અને ગરમ પાણી નાખી ને મિક્સ લો.
- 5
હવે ધટ થઈ જાય એટલે તેમા ફાય કરેલા પનીર ને નાખી ને બરાબર હલાવી ને લીલી ડુંગળી નાખી મિક્સ કરી ગેસ બધ કરી દો.તૈયાર છે પનીર ચીલી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16760271



















ટિપ્પણીઓ