રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને બાફી અને મેશ કરી લેવા ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે દાબેલીનો મસાલો તેમાં સાંતળી પછી બાફેલા બટાકા ઉમેરી અને મિક્સ કરી દાબેલીનો મસાલો તૈયાર કરી લેવો. સીંગદાણાને શેકી તેમાં પણ મસાલા માં લાલ મરચું, મીઠું, ખાંડ થોડું તેલ ઉમેરી મિક્સ કરી દાબેલીના મસાલામાં ઉમેરી દેવા.
- 2
પછી પાવ બન લઈ તેમાં પહેલા લસણની ચટણી અને ખજૂર આમલીની ચટણી લગાડવી પછી તેમાં દાબેલીનો મસાલો સ્પ્રેડ કરવો ત્યારબાદ તેમાં ઝીણી ડુંગળી, શેકેલા શીંગદાણા, સેવ એ બધું ઉમેરી દાબેલી તૈયાર કરવી. પછી દાબેલીને લોઢીમાં બંને બાજુ તેલ લગાવી અને શેકી લેવી.
- 3
હવે તૈયાર છે કચ્છી દાબેલી તેને ચટણી સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846609












ટિપ્પણીઓ (13)