રાંધવાની સૂચનાઓ
- 1
સૂકી તુવર ને 8 કલાક પાણી માં પલાળી રાખો. ત્યાર બાદ એને સારી રીતે ધોઈ કૂકર માં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી 6 થી 7 સીટી વગાડી બાફી લ્યો. હવે એક બાઉલમાં બંને લોટ લઈ એમાં ઢોકળી ના જણાવ્યા મુજબના બધા મસાલા ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. હવે એમાંથી નાની નાની ઢોકળી થેપી લ્યો.
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી રાય, હીંગ નો વઘાર કરી એમાં આદુ, મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરી દો ગેસ ધીમો કરી બધા મસાલા કરી દો હવે એમાં બાફેલી તુવેર ઉમેરી સરસ મિક્સ કરી લો. હવે એમાં 2 ગ્લાસ જેવું પાણી ઉમેરી ઉકળવા દો. બરાબર ઉકળવા માંડે ત્યારે ગેસ ધીમો કરી વારા ફરતી બધી ઢોકળી એમાં ઉમેરી દો.
- 3
હવે ઢાંકણ ઢાંકી ધીમા ગેસ પર ઢોકળી સિઝવા દો.વચ્ચે વચ્ચે હળવે હાથે ઢોકળી ચાળવી લ્યો લગભગ 10 થી 15 મિનિટમાં ઢોકળી થઇ જશે. ઢોકળી થાય એટલે થોડી ફૂલી જશે અને રસો પણ ઘટ્ટ થઇ જશે ત્યાર બાદ ગેસ બંધ કરી ધાણા લસણ ઉમેરી ઢોકળી સર્વ કરો.
- 4
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (6)