સુરતી લોચો

#family સ્વર ના નાસ્તા માં સુરતી ઓ ખાય છે ને કોઈ પણ સમયે ખાઈ શકાય છે.
સુરતી લોચો
#family સ્વર ના નાસ્તા માં સુરતી ઓ ખાય છે ને કોઈ પણ સમયે ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા, ચણા ની દાળ ને અડદ ની દાળ ને ધોઈ ને એક રાત માટે પલાળી દો. નિતારી ને વાટી લો.પછી તેમાં મીઠું, વાટેલા આદુ મરચા, હળદર, દહીં / છાસ, ૧ કપ પાણી ઉમેરી ને ઢોકળા ના ખીરા જેવું તૈયાર કરી લેવું. આથો લાવા માટે મૂકી દો.
- 2
આથો આવ્યા પછી ૧ ચમચો તેલ ખીરા માં ઉમેરો ને બરાબર હલાવી લો.સ્ટીમર ગરમ મુકો. ખીરા માં બેકિંગ સોડા ઉમેરી ને હલાવી લો. તેલ ચોપડેલી થાળી માં ખીરું રેડો. ઉપર લોચા મસાલો છાંટી ને ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.
- 3
તેલ/માખણ સાથે ગરમ લોચો પીરસો.લીલી ચટણી સાથે પીરસો.
- 4
લીલી ચટણી માટે - ૧ કપ કોથમીર, ૧/૨ કપ ફુદીનો, ૨ લીલા મરચા, ૧ નાનો આદુ, ૧/૨ ચમચી ખાંડ, સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી તૈયાર લોચો ને લીંબુ નો રસ નાખી ને વાટી લો.ચટણી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ