રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘ ઉ ના લોટ મા તેલ નુ મોણ અને મીઠુ નાખી તેમા જરૂર મુજબ પાણી ઉમેરીને તેને સોફટ લોટ બાંધી લો અને તેને ઢાંકીને ને સાઈડ પર મૂકી દો
- 2
પુરણ તૈયાર કરવા ની રીત --
- 3
સૌ પ્રથમ એક ચોપર મા વટાણા, ફણસી, બ્રોકોલી, પાલક અને લીલા મરચાં લસણ અને આદુ ઉમેરી તેને અધકચરૂ પીસી લો
- 4
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો અને પીસેલા શાકભાજી ઊમેરો
- 5
ત્યાર બાદ તેને સાંતળો અને તેમા બાફેલા બટાકા નો માવો ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો
- 6
તેમા સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો તથા આમચૂર પાવડર ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો
- 7
ત્યાર બાદ તેમાં કોથમીર ઉમેરો અને તેને મિકસ કરી ને ગેસ પર થી ઉતારી લો
- 8
હવે પરાઠા ના લોટ માથી મોટો લુઓ લઇ તેને થોડો જાડો વણી લો,
- 9
તેમા વચ્ચે પુરણ ભરી પરાઠા ની સાઈડ પર પાણી લગાવી ને તેને લિફાફા ની જેમ પેક કરી લો, સાઈડ બરાબર સીલ થઇ છે કે નહી તે ચકાસી લેવું.
- 10
આવી રીતે બધા લિફાફા પરાઠા તૈયાર કરી લો
- 11
ત્યાર બાદ એક નોન સ્ટિક તવા મા એક સાથે 3-4 પરાઠા ને ધીમા તાપે દેશી ઘી લગાવી ને બંને બાજુ થી ગુલાબી રંગના શેકી લો, અને તેને ગરમા ગરમ દહી અને લીલી ચટણી સાથે પીરસી દો
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ