અમૃતસરી છોલે ભટુરે

અમૃતસરી છોલે ભટુરે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલાને રાત્રે અથવા 6-7 કલાક પાણીમાં પલાળી દો.એક મલમલના કપડામાં ચા પત્તી નાખી પોટલી બનાવી દો. એક કૂકરમાંછોલા,પત્તીવાળીપોટલી,તજ, તમાલપત્ર,ઈલાયચી, લવીંગ,સોડા,મીઠુ અને 2 કપ પાણી ઉમેરી ૩-૪ સીટી વગાડો.ત્યાર બાદ છોલાને અને ચા વાળા પાણી ને અલગ કરી દો.{ચા પત્તીવાળા પાણીને ગ્રેવીમાં નાખવાથી છોલાના શાકનુ રંગ સારો આવે છે.}
- 2
કાથરોટમાં મેંદો,રવો,મીઠું,દહીં મીકસ કરી પાણી વડે નરમ લોટ બાંધી લો.તૈયાર કણકને બે કલાક ઢાંકીને મૂકી દો.
- 3
ડુંગળી અને ટામેટાને મીકસરના જારમાં અલગ -અલગ પીસીને પેસ્ટ બનાવી દો.એક કઢાઈ માં તેલ ગરમ કરી ડુંગળીની પેસ્ટ સાતંળો.પછી ટામેટાની પેસ્ટ સાતંળો,ત્યાર બાદ મીઠું,મરચુ,હળદર,અનારદાના પાવડર,ધાણા પાવડર,ગરમ મસાલો,આમચૂર પાવડર ઉમેરી પાંચ મિનિટ સાતંળો.તૈયાર છે ગ્રેવી.
- 4
તૈયાર થયેલી ગ્રેવીમાં છોલા ઉમેરી સાતંળો, ચમચા વડે જ થોડા છોલાને દબાવી દો અને ચા પત્તીવાળુ પાણી જરુર મુજબ ઉમેરી રસો બનાવી દો.પાંચ મિનિટ માટે ધીમી આંચે છોલાને પકાવી છેલ્લે કસૂરી મેથી પાવડર ઉમેરી ગેસ બંધ કરી દો.
- 5
એક વગારીયામાં તેલ લઈ લસણ,લાલ મરચુ,જીરુ પાવડર અને લીલા મરચા ઉમેરી તૈયાર કરેલા છોલાના શાક પર વગાર નાખો.
- 6
બાંધેલા કણકમાંથી લુઆ કરીને તેમાંથી મોટી રોટલી વણીને ગરમ તેલમાં તેજ આંચે આછા સોનેરી રંગના બન્ને બાજુ તળી લો,આવી રીતે બધા જ ભટુરા બનાવી લો.
- 7
તૈયાર છોલાને કોથમીરથી સજાવીને ભટુરા સાથે ગરમ -ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (2)