સોજી રવા નો નવો નાસ્તો (બર્ગર)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં રવો ચાળી લો અને તેમાં દહીં મિક્સ કરી લો અને તેમાં ખાવાનો સોડા અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી ૧૦ થી ૧૨ મીનીટ સુધી ઢાંકીને રહેવા દો
બટાકા બોઈલ કરી લો - 2
એક કડાઈમાં રાઈ નાખો અને ગરમ થાય એટલે તેમાં 2 ચમચી જેટલું તેલ નાખી એમાં લીલા મરચા ઝીણા સમારેલા ગાજર ડુંગળી નાખી ધીમી ગતિએ શેકાવા દો પછી એમાં બોઈલ કરેલા બટાકા નાખી મિક્સ કરી લો અને પછી એમાં મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું પાઉડર ઝીણા સમારેલા ધાણા નાખી મિક્સ કરી લો
- 3
એક નોનસ્ટિક પેનમાં બટર લગાવી ગેસને મીડીયમ આંચ પર રાખી દો પેન ગરમ થાય એટલે એમાં તૈયાર કરવામાં આવેલ રવા નુ ખીરૂં પાથરી દો અને એમાં બટાકા નો મસાલો પાથરવો અને પછી એના પર રવાનુ ખીરૂં પાથરી દો બન્ને બાજુ બટર લગાવી શેકી લો અને
- 4
એક પ્લેટમાં કાઢી લો અને તેને ચીઝ અને કેચઅપ પાથરી ગાર્નિશ કરી શિગદાણા ચટણી સાથે કે ધનિયા કે કોપરા ની ચટણી સાથે સર્વ કરી શકો
- 5
- 6
- 7
મેં શિગદાણા ની ચટણી સાથે સર્વ કર્યો છે
- 8
શિગદાણા ચટણી માં 1/2વાટકી શિગદાણા 1/2 કપ પાણી મીઠું સ્વાદ અનુસાર લીંબુ નો રસ ૫ ટીપા ધાણા પેસ્ટ 1 ચમચીલીલા મરચાં ૩ નં ગ મિક્સર માં ક્રશ કરી ચટણી બનાવી
- 9
રવાનો નવો નાસ્તો બહું જ ટેસ્ટી બન્યો
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (5)