દુધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)

સવારે નાસ્તામાં કંઇક હેલ્ધી , ટેસ્ટી અને જલ્દી બની જાય એવુ ખાવુ હોય , તો આ બેસ્ટ ઓપ્શન છે. રાત્રે મુઠીયા બનાવીને ફી્ઝમાં મુકી દો, સવારે વઘારો. ફટાફટ રેડી.

રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજીને સાફ કરીને ધોઇ લો. દુધી છીણી લો.તેમાં બધા મસાલા નાંખી દો.મીઠું,મરચુ,હળદર,ધાણાજીરુ,લસણ-આદુ-મરચાની પેસ્ટ, તેલ, ખાંડ,દહીં, ઇનો, વગેરે. આ બધુ હાથ થી પો્પર મીક્સ કરો.
- 2
હવે તેમાં કણકી કોરમાનો લોટ ઉમેરો.લોટ ઉમેરતા જાવ અને મીક્સ કરતા જાવ. જેટલો સમાય એટલો જ લોટ ઉમેરવો.મુઠીયા બનાવવાનુ સ્ટેન્ડ ગરમ કરવા મુકીને તેમાં મુઠીયા બનાવીને બાફવા મુકો.
- 3
૩૦ મીનીટ બફાવા દો. પછી ખોલીને તેમાં ચપ્પુ નાંખીને ચેક કરો. ચપ્પુ ચોખ્ખુ બહાર આવે એટલે થઇ ગયા હશે.ઠંડા પડે એટલે પીસ કરો. તેલમાં રઇ, તલ, હીંગ અને વઘારનુ મરચુ નાંખીને મુઠીયા વઘારી લો. ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ